મહિસાગર જિલ્લા પંચાયત ખાતે પશુધન વસ્તી ગણતરીનો તાલીમ કાર્યક્રમ યોજાયો
Live TV
-
પશુધનની ગણતરી ટેક્નોલજીની મદદથી કઇ રીતે કરી શકાય તે વિશે ની ટ્રેનિંગ આપવામાં આવી હતી
મહિસાગર જિલ્લા પંચાયત ખાતે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર દ્વારા પશુધન વસ્તી ગણતરીનો તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં પશુ ચિકિત્સા અધિકારી, પશુધન નિરીક્ષકો , પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પશુધનની ગણતરી ટેક્નોલજીની મદદથી કઇ રીતે કરી શકાય તે વિશે ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા હવે 20મી પશુધન ગણતરી શરૂ કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ ટ્રનિંગ કાર્યક્રમ યોજાયો હતો.
