મહીસાગરના લુણાવાડા ખાતે કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ કરાયો
Live TV
-
પંચમહાલ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર વી. કે. ખાંટના મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના ચૂંટણી કાર્યાલયનો બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ અને લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં તા. 23 એપ્રિલના રોજ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાનાર છે, જે અંગે કોંગ્રેસ દ્વારા પંચમહાલ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર વી. કે. ખાંટના મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના ચૂંટણી કાર્યાલયનો બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ અને લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પંચમહાલ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર વી. કે. ખાંટ તેમજ પક્ષના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
