Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જીલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોનું કરાયું સ્થળાંતર

Live TV

X
  • મહીસાગર જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં થયેલા વરસાદ અને મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી 4 લાખ 50 હજાર લાખ ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પરિસ્થિતિને પહોંચી વળવા તત્પર વહીવટી તંત્રએ રાબડીયા ગામના નીચાણવાળા વિસ્તારના 35 લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કર્યું છે. મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડની સૂચના અનુસાર લુણાવાડા પ્રાંત અધિકારી , મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓની એક ટિમ રાબડીયા પહોંચી હતી, જ્યાં રાબડીયાના ખલાસા ફળિયું-એક અને ખલાસા ફળિયા-બે વિસ્તારના પાંત્રીસ જેટલા અસરગ્રસ્તોને રાબડીયા ગામમાં ઉંચાઈ પર આવેલ માજી સરપંચ મફતભાઈ પટેલના ઘરે સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply