મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિવિધ વિકાસ કામોના ખાતમૂર્હુત અને લોકાર્પણ
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્ય સરકાર શિક્ષણ, પશુપાલન, કૃષિ, ઔધોગિક વિકાસ આરોગ્યની સુવિધાઓ થકી નાગરિકોના વિકાસની દિશામાં પ્રયત્નશીલ છે
મહેસાણા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કુલ રૂ. ૩૪.૨૧ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમૂર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહેસાણાની જનરલ હોસ્પિટલ ખાતે માનસિક દર્દીઓ માટે રૂ. ૪.૭૩ કરોડના ખર્ચે બનેલા 65 પથારીના નવા વોર્ડ, રૂ ૪.૪૮ કરોડના ખર્ચે નવા ડાયાલીસીસ વોર્ડ અને ચાર નવા આધુનિક ઓપરેશન થિયેટર તેમજ રામોસણા ચાર રસ્તા ખાતે ૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે અંડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ખારી નદી પર બનનારા પુલનું ખાતમૂહુર્ત પણ કરાયું હતું. આ પ્રસંગે નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ, પશુપાલન, કૃષિ, ઔધોગિક વિકાસ આરોગ્યની સુવિધાઓ થકી નાગરિકોના વિકાસની દિશામાં પ્રયત્નશીલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્સર હોસ્પિટલ દ્વારા મહેસાણા તાલુકાને દત્તક લેવામાં આવ્યું છે. મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા ૧૭,૪૧૯ ડાયાલીલીસ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં એશિયન રમતમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવનાર તસનીમ મીરને નાયબ મુખ્યમંત્રીએ સ્પોર્ટ્સ સાયકલ આપી સન્માન કર્યું હતું. આ તકે વિવિધ સમાજ સંગઠનો, સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
