Skip to main content
Settings Settings for Dark

મહેસાણા ૪૧ શંકાસ્પદ નમુના નેગેટીવ, આજે વધુ બે કેસ નોઁધાતા કુલ 4 કેસ થયા

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં એક પણ પેસેન્જર ઓબ્ઝર્વેશન હેઠળ નથી

    મહેસાણા જિલ્લામાં  ૧૧૪૯ વ્યક્તિઓ સામે લોકડાઉન ભંગ બદલ ફરીયાદ કોવિડ-૧૯ વાયર સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં ૫૧ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જે અંતર્ગત ૪૧ નમુનાનું પરીણામ નેગેટીવ આવેલ છે.જોકે આજરોજ આરોગ્ય વિભાગે જારી કરેલા  આંકડા પ્રમાણા મહેસાણામાં બે નવા કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા જિલ્લામાં 4 પર પહોચી છે.. મહેસાણા જિલ્લામાં લેવાયેલ નમુના પૈકી ૨૩ નમુના સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ,૨૫ જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને ૦૩ નુતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવામાં આવ્યા હતા.મહેસાણા જિલ્લામાં લેવાયેલ  ૪૧ નમુના પૈકી  એક પણ નમુનાનું પરીણામ પોઝેટીવ આવેલ નથી. જિલ્લામાં  લેવાયેલ બાકી  ૧૦  શંકાસ્પદ નમુનાનું પરીણામ પેન્ડીંગ છે.  પરંતુ મહેસાણા જિલ્લામાં બે કેસ પોઝેટીવ જાહેર થયેલા છે જેમાં એકનું સેમ્પલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લેવામાં આવેલ હતુ જે દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. જે દર્દીની સારવાર પૂર્ણ થતાં તેમજ સાજા થયેલ હોઇ તેમને ૧૧ એપ્રિલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે..આ આ ઉપરાંત આ  પોઝેટીવ કેસના ૦૩ હાઇરીસ્ક કોન્ટેકેટના નમુના ૦૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ લેવાયેલ હતા જે  તમામના રીપોર્ટ નેગેટીવ આવેલ છે ..કડી ખાતે પોઝેટીવ કેસનું સેમ્પલ ૦૪ એપ્રિલ ૨૦૨૦ ના રોજ એસ.વી.પી હોસ્પિટલ અમદાવાદ દ્વારા લેવામાં આવેલ હતુ. આ વ્યક્તિ ૧૯ માર્ચ ૨૦૨૦ થી રોજ કડી ખાતે તેમના નિવાસ સ્થાને પરત આવેલ નથી.આ કેસનું એપી સેન્ટર મલેકા મસ્જિદ કાલુપુર અમદાવાદ ખાતે છે. કડી તાલુકામાં રોગચાળા અટકાયતી પગલાંના ભાગ રૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને  એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન માટેનું જાહેરનામું તારીખ ૦૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ઇન્સીડન્ટ કમાડન્ટ વ મામલતદારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલછે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply