વેબ અને ટીવી પર ડીડી ન્યુઝ ગુજરાતીને મળ્યો ઉષ્મા ભર્યો પ્રતિસાદ, દર્શકોની સંખ્યામાં ભારે ઉછાળો
Live TV
-
એક મહિનાના ટુંકા સમયગાળામાં વેબચેનલ એ હદે લોકપ્રિય થઇ છે વેબ ચેનલ પરના કુલ વ્યૂઝમાં 10 ટકા (8.5 લાખ) જેટલો વધારો થયો છે.
છેલ્લાં એક મહિના દરમિયાન કોરોનાના સંકટ અને લોકડાઉન દરમિયાન દુરદર્શન ન્યુઝને ટીવી અને સોશિયલ મીડિયામાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રામાયણ અને મહાભારત જેવી ઐતિહાસિક સિરીયલો દુરદર્શનનો વૈભવ પાછો લાવી રહી છે. તો દુરદર્શનનું પ્રાદેશિક ન્યુઝ નેટવર્ક, અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં લોકોને નવીનતમ સમાચાર અને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વાકેફ કરવા સતત મહેનત કરી રહ્યુ છે. દૂરદર્શનના રીજીનલ ન્યુઝ યુનિટ એટલે કે ડીડી ન્યુઝ ગુજરાતી દ્વારા કોરોના સંકટ વચ્ચે પણ સતત ૧૩ કલાક સુધી સમચાર આપતી દુરદર્શનની યુ ટ્યુબ ચેનલ શરુ કરવામાં આવી છે.
ટીવી ચેનલ વ્યુઅરશિપમાં લગભગ ૫૦ ટકાનો વધારો
ગુજરાતમાં પ્રાદેશિક મંનોંરંજન ચેનલ ડીડી ગીરનાર પરના કુલ ટીવી ન્યુઝનો સમય ત્રણ કલાકથી વધારીને ચાર કલાકનો કરવામાં આવ્યો છે. સાંજે સાત વાગે લોકપ્રિય એવા ઇવનીંગ ન્યુઝ છેલ્લાં ત્રણ સપ્તાહથી ૩૦ મિનિટના બદલે એક કલાક દર્શાવવામાં આવી રહ્યા છે. એવી જ રીતે બપોરે એક વાગે મીડ ડે ન્યુઝમાં અડધો કલાકનો વધારો કરાયો છે. હાલના કોરોનાના જોખમ વચ્ચે મીડિયા ઓર્ગેનાઇઝેશન ચલાવવાના પડકારો હોવા છંતાય, ન્યુઝનું પ્રસારણ ત્રણ કલાકથી વધીને ચાર કલાકનું થયુ છે. અમદાવાદ દુરદર્શન કેન્દ્ર દ્વારા સવારે ૭.૩૦માં મોર્નિગ ન્યુઝ, ૧૧ વાગે અને ચાર વાગે ન્યુઝ બુલેટીન સ્થાનિક સમાચારો અડધા કલાકના છે.. બીએઆસી (બાક)ના રેટિંગની માહિતી મુજબ ડીડી ગિરનાર ચેનલમાં અને તેના સમાચારોમાં પાછલા અઠવાડિયાની તુલનામાં ખુબ જ સારી વૃદ્ધિ જોવા મળી છે અને ચેનલ વ્યુઅરશિપ લગભગ ૫૦ ટકા વધી છે.
ડીડી ન્યૂઝ ગુજરાતી વેબ ચેનલ પર સતત 13 કલાકનું પ્રસારણ
સોશ્યલ મીડિયા યુઝર્સ ડીડી ન્યૂઝ ગુજરાતીના ટીવી ફોર્મેટથી આગળ વધી તેમની વેબ સુધી પહોંચવા માટેના પ્રયત્નોને વેબસાઈટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના રૂપમાં આવકાર્યા છે . વર્તમાન કોરોનાની કટોકટીમાં, ડીડી ન્યૂઝ ગુજરાતીની હાલની યુટ્યુબ ચેનલ, જે રોજ 3 કલાક મર્યાદિત ટ્રાન્સમિશન કરતી હતી તેને વધારી 13 કલાક કરવામાં આવી છે. આ વેબ આધારિત પ્લેબેક યુટ્યુબ ચેનલ, એક મહિનાની અંદર, તે હદે લોકપ્રિય થઈ ગઈ છે કે ૧૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ એક વિડિયોને લગભગ 1 લાખ 57 હજાર વ્યૂઝ મળ્યા. ગુજરાતના વિવિધ ભાગોથી અને દેશભરમાંથી આવતા તમામ સમાચારો જેને સમયની અછને કારણે ટીવી સમાચારમાં સ્થાન મળતું નથી, તે પણ લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે યુટ્યુબ પર દેખી શકે છે. આ ચેનલને લોકો સ્માર્ટ ફોન્સથી સરળતાથી દેખી શકે છે. છેલ્લા એક મહિનામાં વેબ ચેનલ પરના કુલ વ્યૂઝમાં 10 ટકા (8.5 લાખ) જેટલો વધારો થયો છે.
ટ્વિટર પર મળશે ન્યૂઝની નિરંતર અપડેટ
આ સમય દરમ્યાન ડીડી ન્યૂઝ ગુજરાતીનું ટ્વિટર હેન્ડલ પણ નોંધપાત્ર રીતે વિકસ્યું છે. ટ્વિટરના ફોલોઅર્સ માત્ર પાંચ અઠવાડિયામાં 50 ટકા જેટલા વધીને કુલ 14 હજાર ઉપર પહોચ્યા છે. તેનો અર્થ એ કે છેલ્લાં બે વર્ષમાં જે ફોલોઅર્સ હતા તેની તુલનામાં અમારા અડધા ફોલોઅર્સ ફક્ત છેલ્લા પાંચ અઠવાડિયામાં અમારી સાથે જોડાયા. કોરોના સંબંધિત ન્યૂઝ કન્ટેન્ટ, વીડિયો અને ગુજરાતી ભાષામાં જાગૃતિ સંદેશા લોકોને વહેંચવાની દ્રષ્ટિએ ડીડી ન્યૂઝ ગુજરાતી વેબ ન્યૂઝ રૂમની ટીમે કરેલી અસરકારક ટ્વિટર એક્ટિવિટીને કારણે આ સંભવ બન્યું હતું, ડીડી ન્યૂઝ ગુજરાતીના દરેક ટ્વીટને સરેરાશ 2320 ઇંપ્રેશન મળી હતી, 25 નવા લોકો તેના ટ્વિટર પેજની મુલાકાત લેતા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો ડીડી ન્યૂઝ ગુજરાતીના સમાચાર
દર્શકોના ઉષ્મા ભર્યા પ્રતિસાદ બાદ ડીડી ન્યૂઝ ગુજરાતી ટીમે હવે ટીવી ન્યૂઝ બુલેટિન, વેબ ચેનલ લાઇવ સ્ટ્રીમિંગ, ન્યૂઝ વીડિયો, તમામ વેબસાઈટ ન્યૂઝ સ્ટોરીઝ અને તમામ ટ્વિટર એક્ટિવિટી લોકો સુધી પહોચાડવા કરવા માટે ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે. આ રીતે સમય સાથે તાલ મિલાવી , ડીડી ન્યૂઝ ગુજરાતી ટીમે જનરેટ કરેલ તમામ સમાચારોને ટીવી અને સોશિયલ મીડિયા પર વિવિધ ફોર્મેટ્સ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
યુટ્યુબ - https://www.youtube.com/channel/UCpOyT470_JSYECdJV4p2cUw
વેબસાઇટ - http://ddnewsgujarati.com/
ટ્વિટર - https://twitter.com/DDNewsGujarati
ટેલિગ્રામ - https://t.me/ddnewsgujarat)
