માસ્ક નહિ પહેરનાર પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસને સોંપાઈ
Live TV
-
જિલ્લા કલેક્ટર કે મ્યુનિ. કમિશનરના બદલે હવે પોલીસ કમિશનર તેમજ પોલીસ વડાને સત્તા સોંપાઈ, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું વિધિવત જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું
રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ કરવો રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિ પાસેથી નિયમાનુસાર દંડ વસૂલવાની સરકાર દ્વારા જોગવાઈ પણ કરવામાં આવી છે. દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનરને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને તેમના હકુમત હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું વિધિવત જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
