રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યા વિસ્તારમં કેટલો વરસાદ પડ્યો
Live TV
-
વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી
આજે ગુજરાતમાં સર્જાયેલા અપર સાયક્લોન એર પ્રેશર સાથે રાજયભરમાં મેધરાજાએ ચોમાસાની વિધિવત શરૂઆત કરી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં મહિસાગર , બોટાદ, આણંદ, ગાંધીનગર , મહેસાણા, અરવલ્લી, વડાદરા , તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડુતોમાં આનંદના હેલી જોવા મળી છે. ખાસ કરીને વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે , કે આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
શહેર મિમિ
પાદરા 10
આંકલાવ 07
આણંદ 27
ઉમરેઠ 02
ખંભાત. 05
તારાપુર 10
પેટલાદ 43
બોરસદ 06
સોજીત્રા 06
ખાનપુર 20
બાલાસિનોર 16
લુણાવાડા 20
વિરપુર 30
કડી. 27
જોટાણાં 35
બેચરાજી 13
મહેસાણા 31
વડનગર 10
વિજાપુર 19
વિસનગર 04
