રાજસ્થાન સરકારે પોતાની બોર્ડર કરી સીલ
Live TV
-
ગુજરાતથી આવતી વ્યક્તિને વિશેષ પાસને આધારે જ પરવાનગી અપાય છે
સિરોહી જિલ્લાના આબુરોડ પાસે રાજસ્થાન ગુજરાત બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી આવતી વ્યક્તિને માત્ર વિશેષ પાસને આધારે જ પરવાનગી આપવામાં આવી રહી છે. બોર્ડર પર પોલીસ અને મેડીકલની ટીમને તૈનાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં આવતા તમામ વ્યક્તિનું સ્ક્રીનીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને રાજસ્થાન સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.
