માસ્ક નહીં પહેરવા બદલ વસૂલાશે રૂપિયા 1000નો દંડ
Live TV
-
મંગળવારથી માસ્ક નહી પહેરવા બદલ 500ના બદલે રુપિયા એક હજારનો દંડ વસુલાશે, કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે વધુ મહત્વની એક જાહેરાત કરી છે. મંગળવારથી માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમ રૂપિયા 500થી વધારીને રૂપિયા એક હજાર કરવામાં આવી છે. જે અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના પર કાબૂ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે ત્યારે રાજ્ય સરકાર આ અંગે ખૂબ ગંભીર છે જેને લઈને આ નિર્ણય લેવાયો છે. તેમણે તહેવારો દરમિયાન લોકોને ઘરમાં જ રહીને તહેવારોની ઉજવણી કરવા માટેની અપીલ પણ કરી હતી.
