Skip to main content
Settings Settings for Dark

"મા અમૃતમ કાર્ડ" યોજના બંધ નહીં થાય, આરોગ્ય કમિશ્નરે કરી સ્પષ્ટતા

Live TV

X
  • મા અમૃતમ કાર્ડ બંધ થવાની અફવાને લઈને , રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે, કે રાજય સરકાર દ્વારા અમલી "મા અમૃતમ કાર્ડ"ની યોજના બંધ નહી થાય. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા "મા અમૃતમ કાર્ડ" બંધ થાય છે, એવો મેસેજ વાયરલ થયો છે એ તદ્દન સત્યથી વેગળો છે.

    વધુમાં તેમણે ઉમેર્યુ કે ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી "મા અમૃતમ કાર્ડ"ની યોજનાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો.

    તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, મહત્વનું છે કે "મુખ્યમંત્રી અમૃતમ" અને "મા વાત્સલ્ય " યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને, આજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે. પરંતુ કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે તમામ હોસ્પિટલોને સૂચના આપી દેવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply