Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 1185 કેસ નોંધાયા, તો 11 દર્દીઓના મોત

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા છે, તો 1329 દર્દીઓ સાજા થયા છે.

    આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,37,870 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    આજે રાજ્યમાં કુલ 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,64,923 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14804 છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર છે અને 14718 સ્ટેબલ છે.

    રાજ્યમાં નવા 11 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 3609 પર પહોંચી ગયો છે. આજે સુરત જિલ્લામાં નવા 249 કેસ, અમદાવાદ જિલ્લામાં 186 નવા કેસ અને વડોદરા જિલ્લામાં નવા 119 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply