Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ

Live TV

X
  • આશરે 36 મીટર ઊંચાઈ ધરાવતો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો, અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૈકીનો એક

    મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર ઊંચાઈ ધરાવતો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે.

    આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન નજીક આવેલો છે અને જમીનથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર છે. પુલ સાબરમતી સ્ટેશન અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. તે સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર છે.

    મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું અલાઈનમેન્ટ અમદાવાદમાં ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોર સહિતના અનેક હાલના માળખાઓને પાર કરે છે. હાલના માળખાઓથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી પુલના પિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે.

    8 સર્ક્યુલર પિયર્સ સાથેનું માળખું

    આ પુલમાં 8 સર્ક્યુલર પિયર્સ છે, જેનો વ્યાસ 6થી 6.5 મીટર વચ્ચે છે. તેમાંથી 4 પિયર્સ નદીના પટમાં, 2 પિયર્સ નદીના બંને કાંઠે અને 2 પિયર્સ નદીના કાંઠાની બહાર આવેલા છે. પિયર્સની વ્યૂહાત્મક ગોઠવણીથી નદીના પાણીના પ્રવાહમાં અવરોધ ઓછો રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

    બુલેટ ટ્રેન કોરિડોરના મોટાભાગના નદી પુલોમાં આશરે 40 મીટરના નાના સ્પાન છે, જ્યારે સાબરમતી નદી પુલમાં 50થી 76 મીટર સુધીના લાંબા સ્પાન બનાવવામાં આવ્યા છે. આથી નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી છે.

    પુલમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો સમાવેશ થાય છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ છે, જેનું કાસ્ટિંગ બાંધકામ સ્થળે જ કરવામાં આવ્યું છે. સેગમેન્ટના નિર્માણ માટે ચોકસાઈભરી એન્જિનિયરિંગ, કુશળ માનવબળ અને દરેક તબક્કે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે.

    બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી બાંધકામ

    પુલનું બાંધકામ ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ’થી કરવામાં આવ્યું છે. નદીઓ અને ઊંડા જળમાર્ગો પર લાંબા સ્પાન ધરાવતા પુલોના નિર્માણ માટે આ ટેકનિકનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં પુલના ડેકની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગ ઊભું કર્યા વિના સુપરસ્ટ્રક્ચરનું બાંધકામ કરી શકાય છે.

    પિયર્સ પરથી સેગમેન્ટને ક્રમશઃ સ્થાપિત કરી પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા જોડવામાં આવે છે. દરેક પિયરના બંને તરફ સંતુલિત રીતે બાંધકામ કરીને મજબૂત અને સતત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવે છે.

    25 નદી પુલમાંથી 18નું કામ પૂર્ણ

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 પુલ મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદી પુલમાંથી 18 પુલનું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
apply