Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને માટે 8 છાત્રાલયોનું ઇ-લોકાર્પણ કર્યુ

Live TV

X
  • રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ 5 ડૉ.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના ઇ -લોકાર્પણ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવતા છાત્રાલયોનું લોકાર્પણ કર્યું. દિકરીઓ માટે ત્રણ આદર્શ નિવાસી કન્યા શાળા તેમજ છાત્રો માટે પાંચ ડૉ.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું ઇ -લોકાર્પણ ગાંધીનગરથી કરવામાં આવ્યું. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 61.75 કરોડ રૂપિયાના કુલ ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે. આ નવ નિર્મિત સંકુલોમાં 1200 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને રહેવા, જમવા અને અભ્યાસની સગવડ મળશે. રાજ્યમાં હાલ 61 આદર્શ નિવાસી શાળાઓ અને 143 સરકારી છાત્રાલયોમાં અનુસૂચિત જાતિના 7002 અને વિકસતી જાતિના 7,771 મળી સમગ્રતયા 14,773 છાત્રોને સરકાર વિના મૂલ્યે આવાસ અભ્યાસ અને ભોજન સુવિધા આપી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply