Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવસારીમાં રૂ.૨૫0 કરોડનાં ખર્ચે વાઘરેચ ટાઇડલ ડેમનું કરાયું ખાતમુહૂર્ત

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મઘ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે નવસારી જિલ્લામાં રૂ.૨૫0.00 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર વાઘરેચ ટાઇડલ ડેમનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.બીલીમોરા ખાતે નિર્માણ પામેલ 55 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રિજનું  પણ ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું છે.

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં કાવેરી નદી બીલીમોરા શહેર પાસેથી પસાર થાય છે. કાવેરી નદી પર ૫૦૦મી લંબાઇમાં વીયર (પાઇલ ફાઉન્ડેશન સાથે) બાંધકામ કરવામાં આવશે ટાઇડલ ડેમ બનવાથી કાવેરી નદીમાં-૧૩ કી.મી અને ખરેરા નદીમાં - ૫ કી.મી લંબાઇમાં મીઠા પાણીનો સંગ્રહ થશે.
    ભૂગર્ભજળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો થશે અને ૩૪૫૮ એકર જમીનને સિંચાઇનો ફાયદો થશે. 

    દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અટકશે અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકશાન થતું અટકશે. વાઘરેચ રીચાર્જ પ્રોજેક્ટથી બીલીમોરા શહેર અને ૧૦ ગામોને પીવા માટે અને સિંચાઇ માટે મીઠા પાણી ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply