મુખ્યમંત્રીશ્રીએ કાલાવાડ અને જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલાવાડના નવા એપીએમસીના મકાનનું ભૂમિપૂજન કરાવ્યું હતું અને ત્યાં જ જીઆઈડીસી તથા પીજીવીસીએલની ઓફિસોનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જામનગરમાં કાલાવાડની મુલાકાતે હતા. મુખ્યમંત્રીશ્રીએ કાલાવાડ અને જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. અને કેટલાંક નવા કાર્યોના ભૂમિપૂજન પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલાવાડના નવા એપીએમસીના મકાનનું ભૂમિપૂજન કરાવ્યું હતું અને ત્યાં જ જીઆઈડીસી તથા પીજીવીસીએલની ઓફિસોનું લોકાર્પણ કર્યું હતું. એપીએમસીના નવા મકાનનું ભૂમિપૂજન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2600 કરોડનો પાક વિમો ગુજરાતના ખેડૂતોને મળશે વળી વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને તાત્કાલિક પાક વિમા અપાવાશે. સરકાર એવો પ્રયત્ન કરશે કે જેથી માર્ચ મહિના સુધી પાક વિમા મળી શકે.
