Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નર્મદા ડેમના પાણીનાં કર્યા વધામણા

Live TV

X
  • ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો કર્યા પછી પ્રથમ વખત જળસપાટીમાં વધારો થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જળસપાટી ડેમઉંચા કરેલા ડેમના દરવાજા એટલેકે 131 મીટર ઉપર પહોંચી ગઈ છે. પ્રથમ વખત આટલી માત્રામાં પાણીની આવક થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો કર્યા પછી પ્રથમ વખત જળસપાટીમાં વધારો થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જળસપાટી ડેમઉંચા કરેલા ડેમના દરવાજા એટલેકે 131 મીટર ઉપર પહોંચી ગઈ છે. પ્રથમ વખત આટલી માત્રામાં પાણીની આવક થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને તેમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર નર્મનર્મનર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટર સુધી જ ડેમ ભરવાની પરવાનગી આપી છે અને નિયત કરેલી સપાટીથી 5 સેન્ટીમીટર જ બાકી છે. ડેમમાં પાણી વધતા 1200 મેગા વોટના રિવર બેડ હાઉસના તમામ યુનિટ શરુ કરાયા છે. અને ગોરા બ્રિજ સાવચેતી રૂપે બંધ કરવામાં આવ્યો છે. આ પાણી છોડવાની સાથે જ ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના 24 ગામોમાં એલર્ટ અપાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદા ડેમના પાણીનાં વધામણા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ડેમની જળસપાટી 138 મીટર સુધી પહોંચશે તો સરદાર પટેલનું સ્વપ્ન સાકાર થશે અને ગુજરાતમાં પાણીની કિલ્લતનું કાયમી સમાધાન આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.,

    તો બીજી તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. નર્મદા નદીનું સ્તર 22 ફૂટે પહોંચતાં નદીકાંઠાના 3 ગામોમાં સ્થળાંતર પ્રક્રિયા શરુ કરાઈ છે. ગોલ્ડન બ્રીજ નજીક બોરભાઠા બેટમાં એસડીએમ અને એનડીઆરએફ ટીમોએ અત્યારથી જ ધામા નાખી દીધા છે તેથી આવનારી પરિસ્થિતિ પહોંચી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply