મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીની ટોક્યો, કોબે, સિંગાપોરની 7 દિવસીય મુલાકાત સંપન્ન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીની ટોક્યો, કોબે, સિંગાપોરની 7 દિવસીય મુલાકાત સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરની સાત દિવસની મુલાકાત પૂર્ણ કરીને શનિવારે ગુજરાત પરત ફર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. અન્ય મહાનુભાવોએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળના સભ્યોનું સ્વાગત કર્યું હતું.
જાપાન 2009થી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદાર દેશ છે. તેથી, સમિટની આગામી 10મી આવૃત્તિમાં જાપાનના સહયોગના વ્યાપને વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે, ટોક્યો, કોબે, સિંગાપોરની આ સાત દિવસીય યાત્રા 26 નવેમ્બરથી 02 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવી હતી.
