મુખ્યમંત્રી રૂપાણીએ ગુરૂ નાનકદેવજીના 550 પ્રકાશપર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરૂ નાનકજીના સ્વરૂપે પૃથ્વી પર 550 વર્ષ પહેલાં પ્રકાશના તેજ પુંજનો જન્મ થયો હતો અને આજના સમયમાં સમાનતાના સંદેશનું પ્રચાર-પ્રસાર વ્યાપક બને, તે અત્યંત આવશ્યક છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂ નાનકદેવજીના 550 પ્રકાશપર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરૂ નાનકજીના સ્વરૂપે પૃથ્વી પર 550 વર્ષ પહેલાં પ્રકાશના તેજ પુંજનો જન્મ થયો હતો અને આજના સમયમાં સમાનતાના સંદેશનું પ્રચાર-પ્રસાર વ્યાપક બને, તે અત્યંત આવશ્યક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું, કે, આજના અજંપાભર્યા માહોલમાં ગુરૂગ્રંથ સાહેબનો સંદેશો માનવીને શાતા આપનારો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું, કે, શીખ સંપ્રદાય સમાનતામાં માને ત્યારે ગુજરાતના વિકાસમાં આ સમાજનું પ્રત્યક્ષ-પરોક્ષ યોગદાન નોંધનીય છે.
