મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં આદિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
આવું જ એક મ્યુઝિયમ રાજપીપળા ખાતે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે-CM
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં આદિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશની આદિજાતિ વસ્તીના હુન્નર, કૌશલ્ય અને કારીગરીને વિશ્વ બજાર આપી સ્વાવલંબી-સ્વાશ્રયી બનાવવા કેન્દ્રની વર્તમાન સરકાર સંકલ્પબધ્ધ છે.મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આયોજિત આદિ મહોત્સવનો અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિજાતિઓની સંસ્કૃતિ, કલાને સાચવી રાખવા અને આજના સમયમાં પ્રસ્તુત કરવા આવા મહોત્સવો અદકેરું માધ્યમ બન્યાં છે.

તેમણે કહ્યું કે, આઝાદી સંગ્રામ અને ક્રાંતિ સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આદિજાતિ ક્રાંતિવીરો સર્વ શ્રી બિરસા મૂંડા, ગોવિંદગુરૂ જેવા નેતાઓની સ્મૃતિ સહિત વનવાસી સંસ્કૃતિને આજની પેઢી સમજે, ઈતિહાસને જાણે તે માટે પ્રધાનમંત્રીએ દેશમાં છ ટ્રાયબલ મ્યુઝિયમના નિર્માણનો સંકલ્પ કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવું જ એક મ્યુઝિયમ રાજપીપળા ખાતે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે.જ્યારે આદિજાતિ બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની નયા ભારતની પરિકલ્પનામાં આદિજાતિ સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કરી રહ્યા છે.
