લોકસભાની ચુંટણીને લઈને વહીવટી તેમજ ચુટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનની તૈયારીઓ આરંભી દેવાઈ
Live TV
-
લોકસભાની ચુંટણીને લઈને વહીવટી તેમજ ચુટણી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગ રૂપે ઈવીએમ મશીનની તૈયારીઓ આરંભી
લોકસભાની ચુંટણીને લઈને વહીવટી તેમજ ચુટણી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગ રૂપે ઈવીએમ મશીનની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, હાલ ભાવનગરમાં આગામી લોકસભાની ચુટણીને અનુલક્ષીને ભાવનગર ખાતે બેંગ્લોરથી ભારત ઇલેક્ટ્રોનિક્સ લીમીટેડ કંપનીના નવા ૨૯૦૦ ઈવીએમ મશીન તેમજ ૨૪૩૦ કંટ્રોલ યુનિટ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે, હાલ આ ઈવીએમ મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેંગ્લોરથી બે મોટા કન્ટેનરમાં ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે. આ સાથે હજુ ૨૯૦૦ વીવીપેટ મશીન પણ ટૂંક સમયમાં બેંગ્લોરથી લાવવામાં આવશે. ચુંટણી કમીશનની સુચનાથી જીલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારમાં ડ્રો સીસ્ટમથી જીલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તેની ફાળવણી ત્યારબાદ કરવામાં આવશે.
