Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે રાજ્યકક્ષાની બેઠક મળી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યકક્ષાની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળી

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યકક્ષાની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી એ અનુસૂચિત જાતિ જન જાતિ શોષિત અને દલિત વર્ગો પર વિશેષ ધ્યાન આપીને તેમને સામાજિક ન્યાય મળે તે માટે તાલુકા કક્ષાએથી માંડીને રાજ્ય કક્ષા સુધી મોનિટરિંગ કરવા પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાચારના કેસોના ઝડપી નિવારણ માટે રાજ્યમાં 16 એક્સક્લુઝિવ કોર્ટ કાર્યરત છે. આવા કેસોમાં કન્વીકશન રેટ 3.78 ટકા રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિધાન સભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી મંત્રીઓ ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર અને પ્રદીપસિંહ જાડેજા તેમજ સાસંદ વિનોદભાઈ ચાવડા અને રામસિંહ રાઠવા સહિતના વિધાન સભા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply