મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઋષિ વંશી સમાજના સમૂહ લગ્નમાં આપી હાજરી
Live TV
-
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે સમૂહ લગ્નને મહત્વ આપવા માટે કુંવરબાઇનું મામેરૂ યોજના મૂકી છે
ગાંધીનગર સેક્ટર 11 ખાતે ઋષિ વંશી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. જેમા 12 નવ દંપતીએ પ્રભૂતમાં પગલા માંડ્યા હતા. જેઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. રાજ્ય સરકારે સમૂહ લગ્નને મહત્વ આપવા માટે કુંવરબાઇનું મામેરૂ યોજના મૂકી છે તેમજ તે યોજનાને મહત્વ આપવા માટે આયોજકોને 50 હજાર અને દંપતીને 10 હજાર રૂપિયા આપવાની યોજના અમલમાં છે.
