મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે કર્યો પ્રત્યક્ષ વીડિયો સંવાદ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેશબોર્ડના કમાંડ કંટ્રોલ સેન્ટર પરથી રાજ્યના મહાનગરોના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવીને સારવાર લઈ રહેલા વ્યક્તિઓને ઝડપથી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ સારવાર લઈ રહેલા લોકોને રિકવરી બાદ પણ થોડાક દિવસ તકેદારીના ભાગરૂપે સેલ્ફ આઇસોલેશન અને તેમના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપી હતી. તો સાથે જ મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર કરી રહેલાં તબીબો સાથે પણ / વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં.
