Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના માલણ ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી રૂપાણીએ દાતા વસંતભાઇ શાહનો આભાર માનતા જણાવ્યું કે લક્ષ્‍મીનો ઉપયોગ બીજાના હિત માટે કરે છે તે જ સાચો ધનવાન કહેવાય

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના માલણ ગામે નવી બનેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ દાતા વસંતભાઇ શાહનો આભાર માનતા જણાવ્યું હતું કે, લક્ષ્‍મીનો ઉપયોગ બીજાના હિત માટે કરે છે ત્યારે તે જ સાચો ધનવાન કહેવાય, તેમણે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે વિધાદાન એ શ્રેષ્‍ઠદાન છે. નોંધનિય છે કે માલણગાની પ્રાથમિક શાળાને દાનમાં મળલી અઢી કરોડની રકમથી સરકારી શાળાને અત્યાધુનિક બનાવીને તેનું નવીનીકરણ કર્યું છે. શાળાના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેન્દ્રીય રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ અને સરપંચશ્રી જીવાભાઇ પરમાર, પ્રાંત અધિકારીશ્રી એ.ડી.જોષી, જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રી ર્ડા.દિપકભાઇ દરજી સહિત અધિકારીઓ, વિધાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply