મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસનો પ્રારંભ
Live TV
-
આ ફેરી સર્વિસ શરૂ થતાં દક્ષિણ ગુજરાતના લોકો પોતાની કારમાં બેસીને આ ફેરીમાં ભાવનગર આવી શકશે. તેમજ મુસાફરો સાથે માલસામાનનું આવાગમન ઝડપી અને સસ્તુ બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસનો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 27 ઓક્ટોબરે પ્રારંભ થશે. આ ફેરી સર્વિસ શરૂ થતાં દક્ષિણ ગુજરાતના લોકો પોતાની કારમાં બેસીને આ ફેરીમાં ભાવનગર આવી શકશે. તેમજ મુસાફરો સાથે માલસામાનનું આવાગમન ઝડપી અને સસ્તુ બનશે. આ માટે ટ્રાયલ બેઈઝ ઉપર કામકાજ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે નવ ટ્રક અને ત્રણ કારને સફળતાપૂર્વક લોડિંગ-અનલોડિંગ કરાયા હતા. આ ફેરી રેગ્યુલર શરૂ થતાં ટ્રક માલિકોને કેટલો સમય અને નાણાનો બચાવ થશે તે અંગે ટ્રક માલિકે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
