મોડાસામાં દસ જેટલા વિસ્તારોમાં મિનરલ વોટરના જગ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવ્યા
Live TV
-
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે. ત્યારે મોડાસામાં આવતા આસપાસના ગ્રામીણ તેમજ શહેરીજનો માટે મોડાસા નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડાસા શહેરના દસ જેટલા વિસ્તારોમાં મિનરલ વોટરના જગ મોડાસા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે. ત્યારે મોડાસામાં આવતા આસપાસના ગ્રામીણ તેમજ શહેરીજનો માટે મોડાસા નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડાસા શહેરના દસ જેટલા વિસ્તારોમાં મિનરલ વોટરના જગ મોડાસા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે. જેનો આજે શુભારંભ મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, ચીફ ઓફિસર પ્રણવ પારેખ તેમજ પાલિકાના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાણીનો બચાવ થાય અને લોકો પાણીનો દુરુપયોગ ન કરે તે માટે આગામી દિવસોમાં મોડાસા શહેરમાં એકાંતરે પાણી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
