સુરતના દુષ્કર્મ કેસના મામલે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ
Live TV
-
આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈને સુરત કોર્ટે આપી આજીવન કેદ
સુરત ખાતેના જહાંગીર પુરામાં આવેલ આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈને સુરત કોર્ટ આજે સજાનો નિર્ણય સંભળાવશે. જેના પગલે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજે નારાયણ સાંઈ સહિત 5 ને સજા સંભળાવવામાં આવશે. કાયદાની જોગવાઈ મુજબ 10 વર્ષ અથવા આજીવન કેદની સજા થવાની સંભાવના છે. નારાયણ સાંઈ સહિત ગંગા જમના હનુમાન અને રમેશ મલ્હોત્રાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખી સુરત સેશન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
