મોરબી ઘટનાની તપાસ અંગે 5 સભ્યની સમિતિની રચના
Live TV
-
મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાને કારણે દેશભરમાં શોક ફેલાયો છે ત્યારે રાજ્ય સરકાર આ મામલે કસૂરવારો સામે એક્શનમાં આવી ગઇ છે. તાત્કાલિક ધોરણે આ દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવા દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના ક્વોલીટી કંટ્રોલના મુખ્ય ઇજનેર કે એમ પટેલ, અમદાવાદની એલ ડી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રક્ચરલ એન્જી ડૉ. ગોપાલ ટાંક, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા તેમજ સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીનો તપાસ સમિતિમાં સમાવેશ કરાયો છે. આ તપાસ સમિતિ તાત્કાલિક ધોરણે દુર્ઘટનાની તપાસ કરશે.
ગૃહરાજ્યમંત્રીએ ટવીટ કરીને જાહેરાત કરી હતી કે આ ઘટનાના જવાબદાર વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ 304 અને 308 હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસની એક વિશેષ ટીમ તપાસ કરશે.
