મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના અંગે વાતચીત કરી. તેઓએ તાત્કાલિક ધોરણે બચાવ ટુકડીઓ મોકલવા અંગે તાકીદ કરી. પ્રધાનમંત્રી કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેના પર ઝડપી કાબૂ મેળવવા શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવે. આ અંગે પ્રધાનમંત્રીએ મંત્રી બ્રિજેશ મેરજા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ટ્વિટમાં કહ્યું કે મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. તેઓએ કહ્યું કે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે તેઓ સતત સંપર્કમાં છે.
