મોરબી જિલ્લો બન્યો કોરોના મુક્ત,, એક માત્ર દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ
Live TV
-
હજુ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રખાશે, પરિવારને ખાસ કાળજી રાખવા સૂચના
મોરબીમાં સૌ પ્રથમ નોંધાયેલ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર બાદ તેમનો 2 વખત રિપોર્ટ નેગેટિવ આવતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હાલ તેમને હોમ કોરન્ટાઇન કરાયા છે. નોંધનિય છે કે મોરબીના ગીતાંજલિ એપાર્ટમેન્ટમા રહેતા વ્યક્તિને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ રખાયા હતા અને તેમના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ તે હવે સંપૂર્ણ સ્વસ્થ થઇને પરત ફરેલ છે, પરંતુ હજુ પણ તેમને 14 દિવસ હોમકોરન્ટાઇ કરવામાં આવ્યાં છે. નોંધનિય છે કે મોરબી જિલ્લામાં હવે એક પણ કોરોનાનો પોઝેટિવ કેસ ન હોવાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના તબીબ ડો.વારેવડિયા દ્વારા તેમના પરિવારજનોને હવે પછી રાખવાની વિશેષ તકેદારી અંગે સૂચના આપવામાં આવી હતી.
