મોરબી પોલીસે બાઈક ચોરતી ટોળકીના પાંચ શખ્સોને ઝડપી પાડી, 23 જેટલા ચોરીના બાઇક જપ્ત કરાયા
Live TV
-
મોરબી પોલીસે બાઈક ચોરતી ટોળકીના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સર્વેલનસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે શંકાસ્પદ ઇસમો અલગ અલગ મોટરસાયકલ લઇ નીકળ્યા જ હતા. તેમની પાસે જરૂરી આધાર પુરાવા રૂપે કાગળો માંગતા, તેમણે જરૂરી કાગળો નહી હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ. ત્યારે વધુ તપાસ પૂછપરછ કરતા, તે બાઈક ચોરીના હોવાનુ બહાર આવ્યુ હતુ. આ મામલે પોલીસે વધુ તપાસ કરી શખસો પાસેથી 23 જેટલા ચોરીના બાઇક જપ્ત કર્યા હતા. તે લોકો પર અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
