રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયા મહત્વના નિર્ણય
Live TV
-
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ-1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21મી સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિધાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહી.
