સોમનાથ મંદિરમાં હવે સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે
Live TV
-
સંસ્કૃત ભાષાનો પ્રયોગ અને ઉપયોગ હેવ વ્યહવારિક ભાષા તરીકે શરુ કરવામાં આવ્યો
દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હવે સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિત અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ માટે 15 દિવસના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી આવતા ભાવિકોને સંસ્કૃત ભાષામાં સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રનો ઈતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા જાણવા મળશે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિગ્દર્શક, અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પ્રશિક્ષણ કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.
