મોરબી ફ્લોર ટાઈલ્સ એસો.ના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયા વિજેતા
Live TV
-
જેમા કિશોર ભાલોડિયા ૮૨ મત સાથે વિજયી બન્યા છે. તેમના હરીફ ઉમેદવાર સાગર સદાતીષાને ૪૨ મત મળ્યા હતા.
ફ્લોર ટાઈલ્સના નવા પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયા બન્યા વિજેતા. મોરબી સિરામીક ફલોર ટાઈલ્સ એસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. ચૂંટણીમાં 124 સભ્યોએ ભાગ લીધો હતો. જેમા કિશોર ભાલોડિયા ૮૨ મત સાથે વિજયી બન્યા છે. તેમના હરીફ ઉમેદવાર સાગર સદાતીષાને ૪૨ મત મળ્યા હતા.
કિશોરભાઈને વિજેતા જાહેર કર્યાં પછી તમામ ઉદ્યોગપતિઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. બધાએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબી ફલોર ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ પ્રફુલ પટેલની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખની પસંદગીને લઈ છેલ્લા ઘણા સમયથી કવાયત હાથ ધરાયેલ હતી.
