Skip to main content
Settings Settings for Dark

મોરબી સહિત રાજ્યભરમાં 'હર ઘર સ્વદેશી' સંકલ્પ સાથે વિકાસ સપ્તાહની ઉજવણી

Live TV

X
  • મોરબી સહિત રાજ્યભરમાં 'હર ઘર સ્વદેશી' સંકલ્પ સાથે વિકાસ સપ્તાહની ઉજવણી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને બુલંદ કરવા માટે મોરબી સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતીથી અટલજીની જયંતી સુધી 90 દિવસીય 'ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત 'વિકાસ સપ્તાહ'ની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે.

    આ અભિયાનના ભાગરૂપે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબી ખાતે નીલકંઠ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યશાળાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાની અધ્યક્ષતા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રાપર-કચ્છના પૂર્વ ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપાના નેતા પંકજ શાહએ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ, મોરબી જિલ્લા ભાજપના જયંતીભાઈ સહિત મહાનુભાવો, કાર્યકરો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    વિકસિત ભારત @2047 માટે આત્મનિર્ભર બનવા પર ભાર:

    કાર્યશાળામાં સંબોધન કરતાં પ્રદેશ ભાજપાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ શાહએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને મહાનુભાવોને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ના નારાને બુલંદ કરવા હાકલ કરી હતી.

    ગુજરાત બનશે 'આત્મનિર્ભર ભારત'નો સંદેશવાહક:

    રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત 'મોડલ સ્ટેટ' તરીકે અન્ય રાજ્યો અને સમગ્ર વિશ્વને આત્મનિર્ભર ભારત અભિયાનનો એક આગવો સંદેશ આપી રહ્યું છે. તેમણે 'બદલ તે ભારત કી નઈ તસવીર'ના સંદર્ભમાં વાત કરતા કહ્યું કે, 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન થકી આત્મનિર્ભર ભારતના બુલંદ સંકલ્પને ચરિતાર્થ કરવા સૌએ સહિયારા પ્રયાસો સાથે કટિબદ્ધ બનવું પડશે.

    સમગ્ર કાર્યક્રમમાં 'મેઇક ઇન ઈન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ'ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત @2047ના દૂરંદેશી વિઝનને સાકાર કરવાની પ્રેરક પહેલ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply