રતનપુર બોર્ડર પર ફરજ દરમિયાન પોલિસકર્મી પર બુટલેગરે કર્યો હુમલો
Live TV
-
રેન્જ આઈજીએ ઘટનાને વખોડી , ઘટનાની ગંભીરતા દાખવી પોલિસે આવા તત્વો વિરૂદ્ધ ગુનો નોંધી આદરી તપાસ
રાજ્ય સરકારે દારૂબંધી માટે કડક અમલવારી કરી છે, તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના રતનપુર બોર્ડર પર ફરજ દરમિયાન , પોલિસકર્મી પર બુટલેગરે હુમલો કરતા , તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલને સારવાર અર્થે , મોડાસા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને રાખતા , રેન્જ આઈજી મયંક ચાવડા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા, અને ઘટનાને વખોડી હતી. ઘટનાની ગંભીરતા દાખવી પોલિસે , આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની , ખાત્રી આપી છે. આ અગાઉ બાતમીના આધારે પોલિસ રતનપુર સીમા નજીક પેટ્રોલિંગ પર હતી , ત્યારે દારૂ ભરેલી કાર આવી હતી. તેને રોકતા પોલિસને ટક્કર મારી નાસી છૂટી હતી.જો કે પોલિસ કોન્સ્ટેબલે હિંમત પૂર્વક એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો,, અને જેલ ભેગો કર્યો છે.
