Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ, 21 ઑપરેટરો સસ્પેન્ડ કરાયાં 

Live TV

X
  • રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે.

    રાજકોટ જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

    જેને લઇને રાજકોટ જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા કૌંભાડ આચરનારા ઓપરેટરો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે. જો કે હાલ જીલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદ થી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સહિતનાં મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply