Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.ના ફિઝિક્સ ભવનને 32 લાખનુ વેરા બિલ

Live TV

X
  • હમણાં થોડા સમય પહેલાં જ રાજકોટ શહેર મહાનગરપાલિકાની હદમાં પાંચ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હવે રાજકોટ શહેરની ભાગોળે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ રાજકોટ મહાનગરપાલિકાના હદ માં આવી ચૂકી છે.

    હમણાં થોડા સમય પહેલાં જ રાજકોટ શહેર મહાનગરપાલિકાની હદમાં પાંચ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હવે રાજકોટ શહેરની ભાગોળે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ રાજકોટ મહાનગરપાલિકાના હદ માં આવી ચૂકી છે

    મહાનગરપાલિકાના નિયમ મુજબ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વેરા બિલ અટકાવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનને મહાનગરપાલિકા દ્વારા 32 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે માત્ર એક જ ભવનને 32 લાખનું બિલ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યુ છે. આટલું મોટુ બિલ આવતાં સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર એક જ ફિઝિક્સ ભવન નથી પરંતુ અનેક ભવનો આવેલા છે.

    એક જ ભવનના આટલા મોટા વેરા બિલને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચર્ચાનો દોર શરૂ થયો છે. સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગ સામે પણ આ મુદ્દો મૂકવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટીને ફટકારવામાં આવેલ બિલની રકમમાં મહાનગરપાલિકા કેટલો ઘટાડો કરે છે કે પછી બિલની રકમ યથાવત્ રહે છે તે જોવાનુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply