રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે એક નવો જ અભિગમ હાથ ધરવામાં આવ્યો
Live TV
-
ઘણી વખત સકારાત્મક વાતાવરણ તમારા નકારાત્મક વિચારોમાં પરિવર્તન લાવી દેતા હોય છે આવી જ કાંઈક સકારાત્મક વિચાર સરણી મળી રહે તે હેતુથી રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે એક નવો જ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેલમાં સજા ભોગવતા કેદીઓ પૈકી સવાસો જેટલા કેદીઓ દ્વારા જેલમાં વિવિધ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં કેદીઓની આવડત મુજબ જેલની અંદર દરજીકામ મિસ્ત્રી કામ ખાદી કામ ફરસાણ બેકરીની તમામ આઈટમ લુહારકામ ખેતી કામ રમકડાં સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. આ ઉદ્યોગો દ્વારા તમામ ચીજ વસ્તુઓના વેચાણ મારફત કેદીઓને થતી આવકના 50 ટકા રકમ પોસ્ટમાં જમા થાય છે. જ્યારે 50 ટકા રકમ કુપન પેટે તેમને આપવામાં આવે છે જેથી તેઓ તેમના માટે આ રકમ ખર્ચ કરી શકે. જેલમાં કેદીઓ માટે ખાસ લાઈબ્રેરી ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિવિધ પુસ્તકો રાખવામાં આવ્યા છે. જેથી તેમના વાંચન થી કેદીઓના વિચારમાં પરિવર્તન આવી શકે.
