Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં નજર રાખવા JET ની રચના કરાઇ

Live TV

X
  • રાજકોટ શહેર અને જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં રહેલા લોકો પર બાજ નજર રાખી શકાય ,

    રાજકોટ શહેર અને જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં રહેલા લોકો પર બાજ નજર રાખી શકાય , તેમજ તેમની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવી શકાય તે માટે , રાજકોટ શહેર પોલીસ તેમજ કોર્પોરેશન તંત્ર દ્વારા Joint enforcement ટીમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના દરેક વોર્ડ વિસ્તારમાં એક-એક P.S.I , પોલીસ જવાનો ,તેમજ તેમની સાથે વોર્ડ ઓફિસરની ટીમ કાર્યરત રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારની બહાર જો કોઈ વ્યક્તિ નીકળશે , તો તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ક્વોરેન્ટાઇ થયેલા લોકો માટે Safe રાજકોટ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં દરેક વ્યક્તિએ 4 કલાકે પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. જો કોઈ પણ વ્યક્તિ 4 કલાક થી વધારે સમય બાદ પણ ફોટો અપલોડ નહીં કરે , તો જે-તે સ્થળે જઈ તેમના પર કાર્યવાહી કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply