Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં દિવાળીમાં રાતના 10થી સવારના 6 સુધી ફટાકડા ફોડી શકાશે નહીં 

Live TV

X
  • રાજકોટ જીલ્લામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે અધિક જીલ્લા કલેકટરશ્રી કે.બી.ઠકકર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ, દિવાળીના તહેવારો દરમ્યાન, રાત્રીનાં 10.00 થી સવારના 06.00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી, મોટા પ્રમાણમાં હવા, અવાજ, અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેંચાણ પણ કરી શકાશે નહીં.

    હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર Petroleum & Explosive Safety Organisation દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા ઉત્પાદન વેચાણ કરી શકાશે. હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રીજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું પોલીસ કમિશનર, રાજકોટ શહેરની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાનાં વિસ્તારમાં તારીખ 09.11.2022 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply