Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ, વડગામમાં મુખ્યમંત્રી સંબોધન કરશે

Live TV

X
  • આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સમગ્ર રાજયમાં ગૌરવયાત્રાનું અયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ ગૌરવયાત્રા આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવી પહોંચી હતી. જ્યાં બાઇકરેલી અને જાહેરસભા યોજવામાં આવી હતી. અહીં કેન્દ્રીય મંત્રી સંજય બાલ્યાને કહ્યું કે,  2014 બાદ ચૂંટણી લડવાનો મુદ્દો વિકાસ બન્યો છે. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી, પાકા રોડ-રસ્તા અને ખેડૂતોની આવક પણ વધી છે. આ સાથે બેઠકમાં ગૌરવ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ કે.સી.પટેલ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    રાજયમાં ભાજપ ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ ઝોનમાં 10-10 દિવસ યાત્રા યોજાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 2-2 યાત્રા અને ઉત્તર ગુજરાતમાં 1 યાત્રા નીકળી છે. ત્યારે આજે બનાસકાંઠાના છાપીથી ભાજપ ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રાનું  કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા છાપીથી વડગામ પહોચશે. જ્યાં સભાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અન્ય બે સ્થળે પણ સભાને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply