સક્ષમરાષ્ટ્ર અને સમરસ સમાજ માટે સંવેદનશીલ ન્યાય વ્યવસ્થા જરૂરી: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જીલ્લાના કેવડિયામાં એકતાનગર ખાતે દેશના કાયદામંત્રીઓ અને કાયદા સચિવોની રાષ્ટ્રીય પરિષદને વિડિયો મેસેજથી સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે રાજ્યોમાં સ્થાનિક સ્તરે વિખવાદો ઉકેલવાની વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર દર્શાવી છે. કેસોનો ઝડપી નિકાલ લાવવામાં લોક અદાલતોની ભૂમિકાના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યોએ તાજેતરના કાયદાઓની ફેર સમીક્ષા કરવી જોઇએ અને જુના તેમજ અસંગત કાયદાઓમાં તાજેતરની જરૂરીયાત મુજબ સુધારા કરવા જોઇએ. વસાહતવાદી જુના કાયદાઓ નાબુદ થશે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરીશકશે. પ્રધાનમંત્રીએ રાત્રી અદાલતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાત્રી અદાલતો શરૂ કરી હતી. ગુજરાતના છેલ્લા વર્ષોમાં 9 લાખથી વધુ કેસ ઉકેલાયા હતા.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજજુએ જણાવ્યું કે આ પરિષદનો વિમર્શ ન્યાય તંત્ર અને વ્યવસ્થાઓને મજબૂત કરવામાં નિર્ણાયક બની રહેશે. ન્યાયતંત્ર પર પડતર કેસોનું ભારણ વધી રહ્યું છે. તેમણે ઝડપી ન્યાય સુલભ બને તેવી વ્યવસ્થાઓ વિચારવા અને કાર્યાન્વિત કરવા પર ભાર મૂક્યો હતો.
