Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં મેઘપ્રકોપ : 13 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી

Live TV

X
  • આજી-1 ડેમ અને ભાદર ડેમ સિવાયના તમામ ડેમ અને તળાવો ઓવરફ્લો

    રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આજી ડેમ 1 અને ભાદર ડેમ સિવાયના તમામ ડેમ અને તળાવો ઓવર ફ્લો થતા નિચાણવાળા વિસ્તારના 28 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે નોંધનીય છે કે, રાજકોટ NDRF ટીમ દ્વારા 500 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા તો, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખતા તંત્ર દ્વારા 1 લાખ ફૂડ પેકેટ પણ તૈયાર કરી રાખવામાં આવ્યાં છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રાજકોટ શહેરના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. તો, રાજકોટ તાલુકાના ન્યારા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસતા ન્યારા થી ખંભાળા ગામ જવાનો રસ્તો બંધ થતાં 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા. જો કે હાલ તંત્ર દ્વારા પાણી ભરાયેલ વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત ડેમની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply