Skip to main content
Settings Settings for Dark

રાજકોટ, અમરેલી સહિત જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી ગયા

Live TV

X
  • સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારના 7 વાગ્યે 38 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ 5થી 6 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી ધરા ધ્રુજતા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા.

    બીજી તરફ જસદણમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. એજ રીતે જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. જોકે હજુ સુધી ક્યાંયથી પણ જાનહાની કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી...

    કોલીથડ ગામે શાળાની છત તૂટી પડી હતી. આજે સવારે આવેલા ભૂકંપના પગલે ગોંડલના કોલીથડમાં છત ધરાસાઈ થઈ હતી. ગોંડલના કોલીથડ ગામે હાઇસ્કૂલની છત ધરાશાઈ થઈ હતી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી..

    મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરો પાસેથી ટેલિફોનિક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરાએ વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેક્ટરોને આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply