સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન, pmએ શ્રદ્ધાંજલિ અર્પી
Live TV
-
સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી.
મણિનગર સ્વમિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દુ:ખદ અવસાન થયું છે. https://www.swaminarayangadi.com વેબસાઇટ પર હરિભક્તોએ તેમના ઓનલાઇન અંતિમ દર્શન કર્યા..તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે....ઉલ્લેખનીય છે કે તેઓ 28 જૂનના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં...
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રીમુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી.
ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત ઘણી નાજુક રહેતા ગઇ 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અક્ષરવાસ પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ પાઠવી..PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સામાજીક સેવા અને મહિલા સશક્તિકરણના તેમના કાર્યોને યાદ રાખવામાં આવશે...આચાર્ય શ્રીએ માનવપીડાને ઓછી કરવા અને કરુણાનો પ્રસાર કરવામાં આકરી મહેનત કરી, તેમ પણ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું....
