રાજકોટ ખાતે જ્ઞાન પ્રબોધીની કાયક્રમમાં મુખ્યમંત્રીએ આપી હાજરી
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે ગરીબ બાળકોના શિક્ષણ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સેવા ભાવી સંસ્થા પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત જ્ઞાન પ્રબોધીની કાયક્રમમાં હાજરી આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે ગરીબ બાળકોના શિક્ષણ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સેવા ભાવી સંસ્થા પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત જ્ઞાન પ્રબોધીની કાયક્રમમાં હાજરી આપી હતી. આ કાયક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબી દૂર કરવા માટે બાળકોના શિક્ષણ ઉપર ભાર મુકવો જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં શિક્ષણનો દીપ પ્રગટે છે ત્યાંથી ગરીબીનો અંધકાર દૂર થાય છે. ગરીબ પરિવારોના બાળકોના ઉત્થાન માટે આગળ આવવા સમાજ સેવીઓને તેમણે અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 24 વર્ષથી પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી છે. તેમના માર્ગદર્શન હેઠળ બચપન બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
