રાજયમાં લૉકડાઉનને લઇને સુરક્ષા વ્યવસ્થા કડક કરાઇ
Live TV
-
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો વ્યાપ ન વધે તે માટે સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો વ્યાપ ન વધે તે માટે સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરીજનો પણ આ લોકડાઉનનો સુચારુ રૂપે અમલ થાય તે માટે અમદાવાદના રહીશો જુદા જુદા વિસ્તારોમાં , ફ્લેટ, સોસાયટીઓમાં લોકો અવર-જવર ન કરે તેનું ધ્યાન રાખી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં સિક્યુરિટી ચૂસ્ત બનાવવામાં આવી છે. તો નજીકના પોલીસ સ્ટેશનને મદદરૂપ થવા માટે પોલીસ કર્મીઓને માસ્ક, સેનેટાઇઝર અને ચા-પાણીની પણ વ્યવસ્થા રહીશો દ્વારા કરવામાં આવે છે.
