રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત
Live TV
-
ગોધરાના ચાંચપુરના બે, કાલોલના સુરેલીનું દંપતિ, સાવલીના આનંદીના મુવાડાની એક મહિલા સહિત કુલ 5ના મોત
રાજસ્થાનના રણુજા ખાતે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ વ્યક્તિના મોત થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પંચમહાલ જીલ્લાના લોકો રાજસ્થાનના રણુજા ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે બાડમેર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઈકો કારનો કચ્ચરઘાણવળી ગયો હતો. ગોધરા તાલુકાના ચાંચપુરના 2 વ્યક્તિ, કાલોલ તાલુકાના સુરેલીના પતિ-પત્ની તથા સાવલી તાલુકાના આનંદી મુવાડા ગામની એક મહિલા મળી પાંચ વ્યક્તિના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા, નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
